આડેસર નજીક ટ્રેલરે ઇકો ગાડીને ટક્કર મારતાં સર્જાયો ગોઝારો અકસ્માત : બેના ઘટનાસ્થળે જ મોત : પાંચ ઘાયલ
copy image
આડેસર ધોરીમાર્ગ પર ભયાનક અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યા હતા. મળેલ માહિતી અનુસાર ટ્રેલરની ટક્કર લાગતા રાધનપુર તરફ જતી ઇકો કાર માર્ગ પરથી રસ્તો ઉતરીને બાજુમાં પલટી ખાઈ ગયેલ હતી. પરીણામે કાર ચાલક અને કારમાં સવાર મુસાફરનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનેલ ઘટનામાં એક જ પરીવારના પાંચ વ્યક્તિઓ ઘાયલ થયેલ છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ માં દાખલ કરાયા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર વહેલી સવારના અરસામાં આડેસરથી રાધનપુર સારવાર અર્થે હોસ્પિટલ જવા નિકળેલા રબારી પરિવારની ભાડે કરેલી ઇકો કારને એકતા હોટેલ થી તુલસી હોટેલ તરફના માર્ગ પર કોઈ અજાણ્યા ટ્રેલરની ટક્કર લાગતા ઇકો કાર માર્ગ પરથી ઉતરીને પલ્ટી ગયેલ હતી. જેમાં કાર ચાલક હારુન જુસબ હિંગોરજા તેમજ કારમાં સવાર બધા ધારા રબારીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જ્યારે પરિવારના રામીબેન બધા રબારી, મેઘરાજ બધા રબારી વાલી કરશન રબારી, વેલા જેહા રબારી અને દેવરાજ લીલા રબારીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેવામાં આવેલ છે. આ અંગે નોંધ કરી આડેસર પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.