અંજાર ખાતે આવેલ વરસાણાની કંપનીની કોલોનીમાં કામદારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંજાર ખાતે આવેલ વરસાણા ગામના  સીમ વિસ્તારમાં આવેલ ઇસ્પાત કંપનીની લેબર કોલોનીમાં રહેતા કામદારે પોતાની ઓરડીમાં જ ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી અનુસાર વરસાણા સીમમાં આવેલ ઇસ્પાત કંપનીની લેબર કોલોનીમાં રહેતા 29 વર્ષીય રાકેશ સિતારામ ચૌધરીએ ગત દિવસે બપોરના અરસામાં પોતાની ઓરડીમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઇ અંતિમ સ્વાશ લીધા હતા. આ અંગે મૃતદેહ લઇ આવનાર મુકેશ શર્મા દ્વારા રામબાગ હોસ્પિટલના તબીબને જણાવવામાં આવ્યું હતું. પોલીસને જાણ થતાં તેમને આગળની વધુ તપાસ હાથ ધરી છે.