માંડવી ખાતે આવેલ બાડામાંથી કુલ કિ. 58 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માંડવી ખાતે આવેલ બાડાના સીમ વિસ્તારમાથી પવનચક્કી પરથી 58,000ની કિંમતના વાયરની તસ્કરી થતાં માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મળેલી માહિતી અનુસાર બાડાની સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી ગત તા. 10/8ના કોઇ ચોર ઇસમ પવનચક્કીનો 150 મીટર કોપર વાયર જેની કિં. રૂા. 58,000ની તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. માંડવી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.