મુંદરા ખાતે આવેલ ધ્રબમાં સુરાઇ નદીમાં 43 વર્ષીય શખ્સનું ડૂબી જવાના કારણે મોત નીપજયું

copy image

મુંદરા ખાતે આવેલ ધ્રબમાં મીઠાણી પુલિયા નજીક સુરાઇ નદીમાં ગત બપોરે લઘુશંકા કરવા ગયેલ  43 વર્ષીય અનિલ ટીકુ લહરા જોગી ટુકુ લહરાનો પગ લપસી જતાં નદીનાં પાણીમાં ડૂબી ગયેલ હતા. આ બનાવ અંગે જાણ થતાં તેઓને પાણીમાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં લઇ જવામા આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરેલ હતા.  આ અંગે મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.