અંજાર ખાતે આવેલ ભુવડની સીમમાં ચોરાયેલ કન્ટેનરો કટીંગ કરીને અમદાવાદ વેંચી રાખવામા આવ્યા
copy image
અંજાર ખાતે આવેલ ભુવડ ગામના સીમ વિસ્તારમાં આવેલ અને બંધ પડેલી કંપનીમાંથી છ કન્ટેનરની તસ્કરી પ્રકરણમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી અમુક મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અંજારના ભુવડ પાસે આવેલ ફોરસી ઇન્ફ્રાસ્ટ્રકચર એડવાયરમેન્ટ પ્રા. લિમિટેડ નામની કંપનીમાંથી ગત તા. 12/8 થી 13/8 દરમ્યાન ચોરીનો બનાવ બનેલ હતો. આ કંપનીમાંથી સુરક્ષા કર્મીઓ હોવા છતાં પણ તસ્કરોએ બંધ કંપનીનું ગેઇટ ખોલી અંદર જઇ સાધનો વડે છ કન્ટેઇનરોની તસ્કરી કરી વાહનો ઉપર લાદી નાસે છૂટ્યા હતા. આ બનાવ બાબતે કુશાગ સિક્યુરિટીના જયપ્રકાશ રામબહાલ ત્રિપાઠી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ બાબતે પોલીસે આગળની વધુ છાનબીન કરી ભુજપુર મુંદરાના આમદ સાલેમામદ કુંભાર તથા મૂળ બિહારના હાલે મુંદરા રહેતા સફીઅલમ જફર હુસેન સૈયદને ઝડપ્યો હતો. આ શખ્સોએ અમદાવાદના એક વેપારીને પ્રકરણમાં સામેલ કર્યો હતો ચોરી કરેલ માલની કટીંગ કરી ચોરાઉ આ માલ અમદાવાદનો એક વેપારી લઇ ગયેલ હોવાનું સામે આવ્યું હતું.