ગાંધીધામ ખાતે આવેલ મહેશ્વરીનગરમાંથી કુલ 30 હજારના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓ ઝડપાયા

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના મહેશ્વરી નગરમાં આવેલ મંદીરની સામે આવેલ જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કુલ કિ.30,700ના મુદ્દામાલ સાથે ચાર ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપી સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ :

  1. ભાવેશભાઈ દેવજીભાઇ ભાનુશાલી ઉ.વ.35 રહે ગાંધીધામ
  2. જીતેશભાઈ લાલજીભાઇ મહેશ્વરી ઉ.વ.30 રહે ગાંધીધામ
  3. કમલેશભાઈ અરુણભાઈ શેખવા ઉ.વ.30 રહે ગાંધીધામ
  4. મોહમદભાઇ હારૂન જાંગીયા ઉ.વ.24 રહે ગાંધીધામ