શીણાયમાંથી કુલ 27 હજારના મુદ્દામાલ સાથે 8 ખેલીઓ ઝડપાયા
copy image
આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, શીણાયમાં આવેલ અંબાજી સોસાયટી પાછળ જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કુલ કિ.27,800ના મુદ્દામાલ સાથે આઠ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપી સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
- પ્રવીણભાઈ મનુભાઈ બારોટ ઉ.વ.41રહે અંબાજી સોસાયટી, શીણાય
- રમેશભાઈ રવાભાઇ બારોટ ઉ.વ.33 અંબાજી સોસાયટી, શીણાય
- ખોડાભાઈ હીરાભાઈ સોલંકી ઉ.વ.41 અંબાજી સોસાયટી, શીણાય
- રાહુલભાઈ રમેશભાઈ સુતરીયા ઉ.વ.23 અંબાજી સોસાયટી, શીણાય
- ભૂપેન્દ્રસિંહ રઘુવીરસિંહ ચુડાસમા ઉ.વ.38 અંબાજી સોસાયટી, શીણાય
- દિનેશભાઇ મૂળજીભાઈ પરમાર ઉ.વ.40 અંબાજી સોસાયટી, શીણાય
- બાબુભાઇ હાજાભાઈ ઠાકોર ઉ.વ.42 અંબાજી સોસાયટી, શીણાય
- ખમીશાભાઈ મામદભાઇ ભટી ઉ.વ.60 અંબાજી સોસાયટી, શીણાય