ભચાઉ ખાતે આવેલ વિજપાસરમાં કાકા અને ભત્રીજા પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ભચાઉ ખાતે આવેલ વિજપાસર થી વોંધડા તરફ જતા માર્ગ પર જૂની બોલાચાલીનું મનદુ:ખ રાખી એક વ્યક્તિ પર હુમલો કરી તેમનો મોબાઇલ ઝૂંટવી ગયા બાદ ત્રણ શખ્સોએ તેમના ભત્રીજા પર ધોકા વડે હુમલો કર્યો હોવની ઘટના ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે. મળેલ માહિતી નૌસર વિજપાસરના આંબેડકરનગરમાં રહેતા દિપકભાઇ ધનજીભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર વિજપાસરમાં જ રહેતા સામતસિંહ કરશનજી જાડેજાએ જુની બોલાચાલીનું મનદુ:ખ રાખી સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં વોંધડા રોડ પર ધરમશી કાના ચૌધરીના ખેતર પાસે ધોકા વડે હુમલો કરી ડાબા હાથ, ડાબા સાથળ અને પીઠના ભાગે ઇજા પહોંચાડી તેમનો મોબાઇલ ઝૂંટવી ગયા બાદ આંબેડકરનગરમાં જઇ તેમના ભત્રીજા કિરણને પણ ધોકા વડે ત્રણ શખ્સોએ માર માર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.