નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાથી 6 ખેલીઓ ઝડપાયા
copy image
નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ જુગારપ્રેમીઓને નખત્રાણા પોલીસે ઝડપ્યા હતા. મળેલ માહતી અનુસાર નખત્રાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં તે દરમિયાન મળેલી બાતમીને આધારે મોટી વિરાણી ગામમાં દરોડો પાડી ધાણીપાસાનો જુગાર રમતા 6 ખેલીઓને રોકડ રૂપિયા 10,220 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.