ગાંધીધામ ખાતે આવેલ ટાગોર રોડ પર ડિવાઈડર સાથે બાઈક ટકરાતાં સર્જાયું અકસ્માત: બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત
copy image
ગાંધીધામ ખાતે આવેલ ટાગોર રોડ પર બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયું હતું જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મળેલ માહિતી અનુસાર ગાંધીધામમાં માર્ગ અકસ્માતનો આ બનાવ ગત તા. 5ના બપોરના 12 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર બાઇક ચાલકે પોતાના કબ્જાની બાઈક પુરઝડપે ચલાવતા ડીવાઈડર સાથે અથડાઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયું હતું. આ અકસ્માતમાં માથાંના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ આદરી છે.