પોલીસે ગાંધીધામમા નવા બનતાં મકાનમાંથી વિદેશી દારૂ ઝડપ્યો : આરોપી ફરાર

copy image

ગાંધીધામમા નવા બની રહ્યા મકાનમાંથી પોલીસે શરાબની બોટલો કબ્જે કરી હતી, પરંતુ આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે ગત તા. 6 ના સાંજના અરસામાં ગાંધીધામમાં આવેલ ગણેશનગર સેકટર-6માં આવેલ મકાન નંબર-37ની સામે નવા બનતાં મકાનમાંથી અંગ્રેજી પ્રકારના શરાબની 22 બોટલ અને પ્લાસ્ટિકના 120 નંગ પાઉચ એમ કુલ 19,700નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.