માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રંજકાના બીજની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચોરીના વધતાં જતાં બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા,મયુરધ્વજસિંહ જાડેજા,નવીનકુમાર જોષી, મહીપાલસિંહ પુરોહીત, શક્તિસિહ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડ નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન એ. પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને સયુકતે રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “સુખપર ગામનો વિજય મારાજ જે હાલે સુખપર મોચીરાઇ રોડ પર રંજકાના બીજના બાચકા સગેવગે કરવાની ફીરાકમાં છે જે રજકાના બીજના બાચકા તેને ચોરી કે છળકપટ થી મેળવેલ છે” જે બાતમી આધારે વોચમાં રહી તપાસ કરતા મજકુર વિજય ઓમપ્રકાશ મારાજ રહે.ભાણભાદ વિસ્તાર સુખપર તા. ભુજ વાળાના કબ્જામાંથી રજકાનું બીજ ભરેલ બે બાચકા મળી આવેલ જે રજકાના બીજના બાચકા બાબતે આધાર પુરાવાની માગણી કરતા આધાર પુરાવાઓ નહી હોવાનુ જણાવેલ જેથી રંજકાના બીજના બાચકાની ચોરી બાબતે તપાસ કરતા માનકુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૪૬૧/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૮૦,૪૫૭ મુજબનો ગુનો દાખલ થયેલ હોય
