આદિપુરમાં એક માસ પૂર્વે યોજાયેલ શિવ કથામાં ચીલ ઝડપ કરનાર વધુ એક મહિલા ઝડપાઇ

copy image

આદિપુરમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરના પરિસરમાં એક માસ પૂર્વે યોજાયેલ શિવ કથામાં મંડપના ગેટ નજીક ભીડનો લાભ લઇ કથા શ્રવણ કરવા આવેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ કરવાના ગુનામાં આદિપુર પોલીસે વધુ એક મહિલા આરોપીને ઝડપી 6 તોલાની સોનાની ચેઇન જપ્ત કરી હતી. મળેલ માહિતી અનુસાર કેશરનગર-2 પ્લોટ નંબર-1 માં રહેતા 67 વર્ષીય શાંતિબેન અરજણભાઇ પ્રજાપતિ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.7/8 ના રોજ તેઓ પંચમુખી હનુમાન મંદિર પરિસરમાં ચાલી રહેલી ગીરીબાપુની શિવ કથા સાંભળવા ગયેલ હતા.

કથા પૂરી થયા બાદ તેઓ ઘરે પરત જવા ઉભા થઇ કથા મંડપના ગેટ પાસે પહોંચ્યા તે દરમીયાન ભીડનો લાભ લઇ તેમના ગળામાંથી એક મહિલાએ સોનાની ચેઇન ખેંચી હોવાનું તેમજ અન્ય મહિલાઓની પણ ચેઇન ચોરાઇ હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નો઼ધાવવામાં આવેલ હતી. આ ગુનામાં બે મહિલાઓની અટક કરવામાં આવી હતી.આ અંગે વધુ તપાસ કરતાં મળેલી બાતમીના આધારે આ ચીલ ઝડપ કરનાર વધુ એક મહિલા આરોપી રાજસ્થાનની રાની નરેશ ફુલમાલીને 6 તોલાની સોનાની ચેઇન સાથે ઝડપી પાડવામાં આવેલ છે.