ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં એક ગોડાઉનમાંથી  2.91 લાખના ચોખાની તસ્કરી

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં એક ગોડાઉનમાંથી રૂા. 2,91,200ના ચોખાની તસ્કરી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. મળેલ માહિતી અનુસાર મીઠીરોહરમાં મારૂતિવેર હાઉસ સર્વે ન.295/5 ગોડાઉન  નં.05માં ગત તા.7/8ના રાત્રિના 8.30 વાગ્યાથી તા.8/8ના સવારે 8.30 વાગ્યા સુધીના અરસામાં આ ચોરીનો બનાવ બન્યો હતો. ચોર ઈસમો ગોડાઉનની પાછળ આવેલ દિવાલમાં કોઈ પ્રકારે કાણું કરી  અંદર પ્રવેશી અહીંથી અલગરીબ પ્લસ બ્રાન્ડની 20 કિ.ગ્રામની ચોખાની 182 બોરીની તસ્કરી કરી નાસી ગયા હતા. પોલીસે અજાણ્ય ચોર ઈશમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.