મોરબીથી સાળાના દિકરાનું અપહરણ કરનાર શખ્સને અંજાર પોલીસે ઝડપી પાડ્યો

copy image

મોરબીથી સાળાના દિકરાનું અપહરણ કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં અંજાર જીઆઇડીસી વિસ્તારમાંથી ઝડપી મોરબી પોલીસને સોંપવામાં આવ્યો હતો. મળેલ માહિતી અનુસાર મોરબીના રમેશભાઇ લાલબહાદુર શાસ્ત્રી દ્વારા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવેલ હતી કે, તેમનો સાડા ત્રણ વર્ષના પુત્રનું તમની બહેનનો પ્રેમી ભુજન રહેતા લાલો બાવાજી અપહરણ કરી લઇ ગયેલ છે.

આ અપહરણકારનું વર્ણન ફેક્સ દ્વારા જિલ્લામાં કરવામાં આવેલ હોવાથી  અલગ અલગ ટીમો બનાવી અંજાર શહેરમાં પ્રવેશ કરવાના તમામ રસ્તા પર નાકાબંધી કરાવી રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, અવાવરૂ જગ્યાઓ તપાસ કરવામાં આવેલ હતી. ત્યારે લોકેશનના આધારે અપહરણ કરનાર ભુજના જુની રાવલવાડી રહેતા કુવરગર ઉર્ફે લાલો શામગર ગોસ્વામીને જીઆઇડીસી વિસ્તારમાંથી બાળક સાથે ઝડપી લઇ મોરબી પોલીસને સોંપી આગળની વધુ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.