અંજારના એક  વેપારી સાથે 54 હજારની ઠગાઇ થતાં પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

  અંજારના એક વેપારી સાથે સ્ટેશનરીનું માલ લેવાનું કહી બે શખ્સોએ  રૂા. 54,098ની ઠગાઈ આચરી હતી આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ ખેતરપાળનગર-બેમાં રહેતા મનોજ રમેશ જેઠવા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ફરિયાદી ડિવાઇન સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ નામની દુકાન ચલાવે છે. ગત 5 તારીખનાં સવારના અરસામાં ફરિયાદીને એક મેસેજમાં સ્ટેશનરીની વસ્તુઓનું લિસ્ટ મોકલવામાં આવેલ હતું. ત્યાર બાદ ફોન દ્વ્રારા આ માલ તૈયાર કરી ગાંધીધામમાં ઇફકોના ગેટ સામે લઇ આવવા જણાવેલ હતું. ફરિયાદી કાર દ્વારા  માલ લઈને ગાંધીધામ પહોંચ્યા હતા. જ્યાં એક ઠગબાજે મારા સાહેબ ચૂકવણું કરશે તેમ કહી અન્ય શખ્સે ફોન કરેલ હતો. આરોપીએ પ્રથમ એક રૂપિયો પોતાનાં ખાતાંમાં જમા કરાવવાનું જણાવ્યુ હતું. ત્યાર બાદ  જુદા જુદા ટ્રાન્જેક્શન દ્વારા ફરિયાદીના ખાતામાથી રૂા. 54,098 પડાવી લીધા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.