અંજારમાં સોના-ચાંદીના કારીગર સાથે 24 હજારની ઓનલાઇન ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

અંજારમાં સોનાં-ચાંદીના કારીગર સાથે લાઇટ બિલ બાકી હોવાનું કહી 24 હજારની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજારના સોનાં-ચાંદીના કારીગર અમિત હરિલાલ બુદ્ધભટ્ટીના પત્નીને લાઇટબિલ ભરવાનું બાકી હોવાનું તથા આજે રાત્રે 9 વાગ્યે વીજ જોડાણ કપાઇ જવા અંગેનો  ધમકીભર્યો મેસેજ આવેલ હતો, જે તેમણે પોતાના પતિને મોકલાવ્યો હતો. આ મેસેજ ખોલી ફરિયાદીએ પોતે પૈસા ભરી નાખવા અંગે સ્ક્રીનશોટ તેમાં મોકલાવતા બાદમાં અજાણ્યા નંબરથી તેમને ફોન આવેલ હતો અને બિલ અપડેટ થયો નથી તેમ કહી એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વીજ તંત્રની વેબસાઇટમાં જવા જણાવેલ હતું,   ફરિયાદીએ એપ ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો નાખતા તેમનાં ખાતાંમાંથી જુદા જુદા ટ્રાન્જેક્શન દ્વારા રૂા. 24,030  બારોબાર ઉપડી ગયેલ હતા. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.