ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાં 30 વર્ષીય યુવાને છલાંગ લગાવી મોતને ભેટો કર્યો

copy image

ભુજ ખાતે આવેલ હમીરસર તળાવમાં 30 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર છલાંગ મારી મોતને ભેટો કર્યો હોવાની બાબત સામે આવી છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજના એરપોર્ટ રોડ પરના ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતો 30 વર્ષીય યુવાન ભાવિકચંદ્ર હર્ષદભાઇ જેઠી ગત રાત્રે ઘરમાં કોઇને કહ્યા વગર જ ઘરેથી નીકળી ગયેલ હતો અને સવારના અરસામાં તેની તરતી લાશ હમીરસર તળાવમાંથી મળી આવેલ હતી.

આ બાબતે મળતી માહિતી અનુસાર આજે સવારના અરસામાં હમીરસરમાં પાવડી નજીક લાશ તરતી હોવાની વિગતો પોલીસ કન્ટ્રોલ રૂમ મારફત ભુજના ફાયર બ્રિગેડ સુધી પહોંચાડવામાં આવેલ હતી. આ બનાવ અંગે જાણ થતાં જ ફાયર ટીમે લાશને બહાર કાઢી હતી, ત્યાર બાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં લાશ ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી સત્તાધાર મૃત જાહેર કર્યા હતા. મરણ પામનાર ભાવિકચંદ્રના ભાઇ જનક દ્વારા હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવેલ વિગતો અનુસાર ગાત રાત્રે ભાવિકચંદ્ર કોઇને કીધા વિના ઘરેથી નીકળી ગયેલ હતો. જે અંગેની ગુમનોંધ પણ એ-ડિવિઝનમાં નોંધાવી હોવાનું જણાવેલ છે. આ અંગેની વધુ તપાસ હાથ ધરતા કોઇ અગમ્ય કારણોસર ભાવિકચંદ્રે હમીરસરમાં છલાંગ લગાવ્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.