ભુજ શહેરના ડિવાઈડર પરથી સૂકાઈ ગયેલા વૃક્ષ કાઢી નવા વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરાઈ

ભુજ શહેરના ડિવાઇડર પરથી સૂકી ગયેલ વૃક્ષ કાઢી નવા વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર  રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા ભુજના તમામ ડિવાઈડર ઉપર વૃક્ષો વાવવામાં આવેલ હતા અને તેના ઉછેળની કાળજી પણ લેવાઈ રહી છે, જેમાંથી કેટલાક વૃક્ષો વાવાઝોડા સહિતના કારણોસર સૂકાઈ અથવા તો ઉખડી ગયા હતા.જેને દૂર કરીને તે જ સ્થાને નવા વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.