સરકારી આંગણવાડીના પ્લોટોમાંથી ઝાડી (બાવળ) ઉગવના લીધે નરસિંહ મહેતા નગરમાં સાપ નો ઉપદ્રવ વધ્યો એક જ દિવસમાં અનેક ઘરોમાં સાપ નીકળ્યા

કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં બનેલી સૌથી મોટી વસાહત રાવલ વાડી રીલોકેશન સાઈડના નરસિંહ મહેતા નગરમાં હાલની ગરમીના કારણે જીવજંતુઓ મુખ્યત્વે સાપનો ત્રાસ વધી ગયો છે અને છેલ્લા બે દિવસમાં અલગ અલગ ઘરોમાં આ સાપ દેખાઇ રહ્યો છે નરસિંહ મહેતા નગરમાં આવેલા ગોપનાથ મંદિર ની બાજુમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીનો જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે જે વર્ષોથી પ્લોટ એમનેમ પડ્યો રહ્યો છે જેને કારણે આ પ્લોટમાં ઝાડી (બાવળ) ઓનું પ્રમાણ વધી જતા અને ઉડીને કચરો બધો આ પ્લોટ માં આવી જતા ઉપરાંત ગાયોનો ગોબર પણ આપ પ્લોટ માં પડ્યું રહેતા અહીં જીવજંતુઓનો ત્રાસ વધી ગયો છે જેને લઈને સાપ દરરોજ આ પ્લોટ માંથી ઘરોમાં ઘૂસી જાય છે એક જ દિવસમાં બે થી ત્રણ ઘરો માં સાપ પ્રવેશી જતા આ સાપને પકડવા માટે રહેવાસીઓએ અનેક પ્રયાસો કરવા છતાં ન નીકળતા આ સાપને પકડવા માટે પકડનારને બોલાવતા સાપ માંડ હાથમાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ આંગણવાડીના પ્લોટમાંથી ઝાડિયો દૂર કરવા માટે અનેક વખત તંત્રને જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા દાદ ના આપતા આ ત્રાસ વધી ગયો છે નરસિંહ મહેતા નગર ના રહેવાસીઓએ પોતાની રીતે આ પ્લોટ સાફ કર્યો હતો છતાં પણ ફરી પાછી એ જ હાલત થઈ જતા અને હાલની સાતમ આઠમ પછીની 37 ડિગ્રી ગરમીમાં ફરી સાપ દેખાતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હવે જો આ પ્લોટ સાફ કરવા મા નઈ આવે તો મહિલાઓ દ્વારા ગાંધીજી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ અપાઇ છે અને જરૂર પડે તો તે પ્લોટ પર બુલડોજર ફરાવિને ને આ તમામ પ્લોટમાં સાફ-સફાઈ સ્વખર્ચે કરશે તેવી ચીમકી પણ આપી છે તેમજ નરસિંહ મહેતા નગરની એક થી ૧૫ શેરીમાં બે આંગણવાડીઓ વર્ષોથી મંજૂર થઈ ગઈ છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેને લઈને આ પ્લોટમાં ઝાડિયોનું પ્રમાણ વધી ગયો છે અને કચરાનું પ્રમાણ વધતાં ગરમીને કારણે આ જાડિયો માંથી સાપ બહાર આવી રહ્યા છે,