અંજાર ખાતે આવેલ વરસામેડીમાં પોતાના જ ઘરમાં 1.57 લાખના દાગીનાની તસ્કરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

hathkadee

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડી શાંતિધામમાં અમુક દિવસ પૂર્વે રૂા. 1,57,500ના દાગીનાની તસ્કરી થવાના કેસમાં પોલીસે ઘરના જ સભ્યને ઝડપ્યો હતો. પકડાયેલા ઈશમ પાસેથી રૂા. 1,52,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ  હતો. આ અંગે મળતી માહિતી અનુસાર અંજારના વરસામેડી શાંતિધામ-4 સોસાયટીમાં રહેતા ફરિયાદી શૈલેષ કરશન ડાંગરના મકાનમાં ચારેક દિવસ પહેલા ચોરીનો બનાવ બનેલ હતો. ફરિયાદીના મકાનમાંથી સોનાં-ચાંદીના દાગીના મળીને કુલ રૂા. 1,57,500ની મતાનો હાથ મરાયો હતો. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કર્યા બાદ સી.સી.ટી.વી. ફૂટેજ સહિતની તપાસ કરી  હતી. આ દરમ્યાન, ફરિયાદીનો નાનો ભાઇ સુનીલ કરશન ડાંગરની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેની પુછતાછ કરી હતી, અને પોતાની ચોરી સ્વીકારી હતી. પોલીસે તેની પાસેથી રૂા. 1,52,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ આરંભી છે.