આદીપુરની મૈત્રી સ્કૂલમાંથી 10,900ના માલસામાનની તસ્કરી કરનાર શખ્સ ઝડપાયો

hathkadi

copy image

આદિપુરમાં આવેલ  મૈત્રી સ્કૂલમાં ગેસના બાટલા સહિત 10900ના સામાનની તસ્કરી પ્રકરણમાં એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. મળેલ વિગતો મુજબ ગત તા. 5/9થી 7/9 દરમ્યાન આદિપુરની મૈત્રી સ્કૂલમાં ગ્રિલ તોડી રસોડાનાં તાળાં તોડી તેમાંથી રાંધણ ગેસના બાટલા વગેરે મળીને રૂા. 10,900ના સામાનની ચોરી થયેલ હતી. આ બનાવ બાબતે ગોમીબેન ક્રિપલાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે એક શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ત્રણ સિલિન્ડર, ચૂલો, રેગ્યુલેટર, ગેસની નળી વગેરે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.