ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં 45 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં 45 વર્ષીય શખ્સે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર જેલની પાછળ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર દેવજી કાગડેકર નામના શખ્સે ગત તા. 10/9ના રાત્રે 12.15ના અરસામાં લોખંડના એંગલમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. તેમના પરિવારજનો મેળામાં ગયેલ હતા. તેઓ મેળામાંથી પરત આવતાં આ શખ્સ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ શ્રમિકે ઘરે લોખંડના એંગલમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.