ભુજના હ્રદય ગણાતા હમીરસરમાં વીરસાવરકર તરણવીર સ્પર્ધા યોજાઈ
20 વર્ષ અગાઉ દર વર્ષે યોજાનાર હમીરસર તળાવ ખાતે તરણ સ્પર્ધા સમય જતાં બંધ થઈ ગઈ, લોકોમાં સ્વિમિંગ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી ગત રવિવારના દિવસે ભુજના હ્રદય સમાન ગણાતા હમીરસર તળાવ ખાતે ભુજ બ્લોગર્સ ફાઉન્ડેશન દ્વારા વીરસાવરકર તરણવીર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 9 વર્ષના બાળકથી લઈ 75 વર્ષ સુધીના વૃદ્ધ મળી 70 લોકોએ ભાગ લીધો હતો. યોજાયેલ સ્પર્ધામાં વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.