અંજાર ખાતે આવેલ ધમડકાની બે વાડીમાંથી 30 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ ધમડકાના વાડી વિસ્તારમાં આવેલી બે વાડીમાંથી કુલ કિ. 30,000ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.  મળેલ માહિતી અનુસાર અંજારના ધમડકા વાડી વિસ્તારમાં ગત તા. 7/9થી 11/9 દરમ્યાન આ બનાવ બન્યો હતો. અહીં વાડી ધરાવતા ફરિયાદી ખુમાનસિંહ મહાવીરસિંહ સોઢાની વાડીમાં મોટર ખરાબ થઈ જતાં ફરિયાદીએ બોરમાંથી મોટર અને વાયર બહાર કાઢવી મૂક્યો હતો. પરંતુ સાતમ-આઠમની રજાઓના કારણે કારીગર આવ્યો ન હતો અને આ બંને વસ્તુ બોર બહાર રાખેલ હતી. ત્યારે ફરિયાદી ગત દિવસે સવારના અરસામાં વાડીએ જતાં વાડીમાંથી વાયર જોવા મળ્યો ન હતો. ફરિયાદીની વાડીમાંથી રૂા. 20,000નો 200 મીટર વાયરની ચોરી થઈ હતી. જ્યારે મોટર ત્યાં જ પડી રહી હતી. ઉપરાંત ત્યાના જ પ્રાગજી હરી ગોઠી નમાના શખ્સનો નર્મદા કેનાલમાં લગાવેલ મોટરનો 100 મીટર વાયરની પણ ચોરી થઈ હોવાનું જણાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.