માંડવીમાં ભાડે આપેલાં મકાન પર ગેરકાયદેસર કબ્જો કરી લેતા લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ

માંડવીમાં 18 વર્ષ અગાઉ ભાડાં કરારથી મકાન ભાડે આપવામાં આવ્યા બાદ આરોપીએ છેલ્લા 18 વર્ષથી ભાડું ન આપી ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી મકાનના દરવાજાને તાળું મારી ગેરકાયદેસર કબ્જો કરી લેતાં આ મામલે લેન્ડગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે યશવંત હંસરાજ ટોપરાણી દ્વારા માંડવી પોલીસ મથકે આરોપી મીનાક્ષીબેન ગોવિંદજી ભાનુશાલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીએ 18 વર્ષ પહેલા આરોપી મીનાક્ષબેનને ભાડાના કરારથી તેઓની માલિકીનું માંડવીની આથમળી મુવાડની ડેલીમાંનું એક રૂમ અને રસોડાવાળું મકાન ભાડાના કરારથી આપેલ હતું, તેમ છતાં આજ સુધી ભાડું આપવામાં આવેલ નથી તેમજ ત્રણ વર્ષથી સમગ્ર મકાનનો કબજો કરી દરવાજાને તાળું મારી મિલકત પર ગેરકાયદેસર કબ્જો કરી લેવામાં આવેલ છે. આ મામલે માંડવી પોલીસે લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.