માંડવી ખાતે આવેલ મોટી મઉંમાં રહેતા 43 વર્ષીય શખ્સને વીજ શોક લાગતા મોત નીપજયું
copy image
માંડવી ખાતે આવેલ મોટી મઉંમાં રહેતા 43 વર્ષીય શખ્સને ગત દિવસે બપોરથી સાંજ દરમ્યાન તેમની નાની મઉંની સીમમાં આવેલી વાડીના રૂમમાં ઇલેકટ્રીક બોર્ડમાંથી વીજ શોક લાગતા તેમનું મોત નીપજયું હતું. આ અંગે મળતી માહિતી મુજબ માંડવી ખાતે આવેલ મોટી મઉંમાં રહેતા 43 વર્ષીય આત્મારામ ખીયશીભાઈ ભાનુશાલી નાની મઉંમાં આવેલ પોતાની વાડીએ ગયેલ હતા. ત્યાં વાડીના રૂમમાં ઇલેકટ્રીક બોર્ડમાંથી વીજળીનો શોક લાગતા તેમનું મોત નીપજયું હતું. આ બાબતે ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી હતી.