અબડાસા ખાતે આવેલ તેરા પાસે રૂા. 4.20 લાખના કોલસા ઝડપી પાડતી એસઓજી ટીમ
copy image
ગત રાત્રે અબડાસા ખાતે આવેલ તેરા ગામની પાપડી નજીક એસઓજીની ટીમે ગેરકાયદેસર રીતે કોલસા ભરેલું એક ટ્રેઇલર ઝડપી પાડ્યું હતું. જે ટ્રેઇલરમાં 700 ગૂણી કોલસા જેની કુલ કિં. 4.20 લાખ તેમજ રાજસ્થાની ટ્રેઇલરચાલક અને પાંચ મજૂરને ઝડપી પાડ્યા હાતા. આ અંગે મળતી માહિતી અનુસાર ગત ડોઈવસે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેરા ગામની પાપડી પર ટ્રેઇલર નં. આર.જે.-01-જીડી-0581ને અટકાવી કોલસાથી ભરેલાં ટ્રેઇલરના ચાલક પાસે કોલસાના આધાર-પુરાવા મગાતાં તે રજૂ કરી શક્યો ન હતો. તેથી કોલસાની 700 ગૂણી જેની કિં. રૂા.4,20,000 તથા 50 લાખના ટ્રેઇલરના મુદ્દામાલ સાથે ટ્રેઇલરચાલક દિલીપસિંહ ગરપતસિંહ રાઠોડ પાંચ મજૂરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અંગે વધું તપાસ કરતાં આ શખ્સોએ કોલસા બાંડિયા નજીકના વાડામાંથી માલ ભરી લાવ્યાનું સામે આવ્યું છે.આ અંગે વધું મળતી માહિતી અનુસાર આ બનાવમાં ગેરકાયદે વાહતુકનો ગુનો દાખલ થયેલ છે તેમજ જામીન ખતના આધારે પાંચેય આરોપીને જામીન પર મુક્ત કરી દેવામાં આવેલ છે. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.