ગાંધીધામમાં ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા મુદ્દે  મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી

ગાંધીધામ સંકુલમાં કેટલીક જગ્યાએ દેશી દારૂના પોઇન્ટ ચાલી રહ્યાં છે તે દરમીયાન રેલવે મથક પાસે દારૂના પોઇન્ટ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામના સુંદરપુરી, ખોડિયાર નગર, કાર્ગો, ભારતનગર, આદિપુરના મુંદરા સર્કલ નજીક, પોલીસ વડાની કચેરીથી થોડે આગળ બાવળની ઝાડીમાં, કિડાણા, જીઆઇડીસી વગેરે જેવા અનેક વિસ્તારોમાં અમુક જગ્યાએ દેશી દારૂના હાટડા ચાલી રહ્યાં છે. ગાંધીધામના રેલવે મથક પાસે આવેલ દારૂના પોઇન્ટ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી. આ દારૂના  હાટડા બંધ કરાવવા મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં માંગ કરાઈ હતી.