ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ૮૫૦ કીલો ચોખા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને,
આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. જયદીપસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ રાણા,શક્તિસિંહ ગઢવી, મહિપાલસિંહ પુરોહીત તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ રાણા તથા શક્તિસિંહ ગઢવીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, એક મહીના કંપનીની બોલેરો ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૨.સી.ટી.૧૭૮૬ વાળીમાં બીલ કે આધાર – પુરાવા વગરના ચોખાનો જથ્થો ભરી ભુજ તરફ વેચાણ સારૂ આવી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ઓસમાણ ગની ઇસ્માઇલ મેમણ રહે કાદવાણી મસ્જીદ પાસે, કોઠારા વાળાના કબ્જાની મહીન્દ્રા કંપનીનું પીક અપ વાહનમાં ચોખાના બાચકા ભરેલ હોય જે ચોખાના બાચકા બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી તેમજ મજકુરે જણાવેલ કે સદરહુ ચોખાના બાચકા મારા છે અને ભુજમાં રહેતા હર્ષદભાઇ ઠક્કરને આપવા આવી રહેલ હતો. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ – ૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ
- કબ્જે કરેલ મુદ્દામાલ
- ચોખા ૨૮૫૦ કીલોગ્રામ કી. . ૫૭,૦૦૦/-
- મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી રજી.નં.જીજે.૧૨.સી.ટી.૧૭૮૬ કી.રૂ. ૩,૦૦,૦૦૦/-
- મોબાઇલ ફોન નંગ – ૧ કી. ૩.૫૦૦૦/- –
પકડાયેલ ઇસમ
- ઓસમાણ ગની ઇસ્માઇલ ઉર્ફે મામદ મેમણ રહે. કોઠારા, તા.અબડાસા –કચ્છ
પકડવાનો બાકી ઇસમ
હર્ષદભાઇ ઠક્કર(મુદ્દામાલ રીસીવર)