અબડાસા ખાતે આવેલ બાલાપરમાં 35 વર્ષીય હીરબાઇ કાંતિ જોગીએ કોઈ આગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image
અબડાસા ખાતે આવેલ બાલાપરમાં 35 વર્ષીય હીરબાઇ કાંતિ જોગીએ કોઈ આગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર હીરબાઇએ પોતાના પતિને રાશન લેવા મોકલી પાછળથી બાવળમાં ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે કાંતિભાઇ મીઠુ જોગી દ્વારા લખાવવામા આવેલ વિગતો અનુસાર ગત દિવસે સાંજના અરસામાં તેની પત્ની હીરબાઇએ તેમને રાશન લેવા માટે બાલાપર ગામમાં મોકલ્યા હતા. ત્યાર બાદમાં બે-ત્રણ કલાક પછી પરત આવીને જોતાં હીરબાઇ હાજર મળ્યા ન હતા. તપાસ કરતાં ઘરથી થોડે દૂર બાવળના ઝાડમાં નાયલોનની દોરી વડે હીરબાઇ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. નલિયા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.