ગાંધીધામ ખાતે આવેલ રેલવે કોલોની સામે 400 ક્વાર્ટર વિસ્તારમાં છત પરથી નીચે પટકાતાં 58 વર્ષીય આધેડનું મોત નીપજયું
copy image
ગાંધીધામ ખાતે આવેલ રેલવે કોલોની સામે 400 ક્વાર્ટર વિસ્તારમાં છત પરથી નીચે પટકાતાં 58 વર્ષીય શખ્સનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામના ગણેશનગર સેક્ટર-6 વિસ્તારમાં રહેતા ભચુભાઇ કોચરા ગત દિવસે સવારે ઘરેથી મજૂરીકામ અર્થે ગયા હતા. રેલવે કોલોની સામે આવેલ પ્લોટ નંબર 22-23ની છત ઉપર આ આધેડ કામ કરી રહ્યા હતા તે દરમીયાન તેમને ચક્કર આવતાં તે નીચે પટકાયા હતા, તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.