અંજાર ખાતે આવેલ ભુવડ પાસે ટ્રેઇલરમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

અંજાર ખાતે આવેલ ભુવડ ગામના પાટિયા નજીક ચાલતી ગાડીમાં અચાનક આગ સળગી ઊઠી હતી. અંજારના ભુવડ ગામના પાટિયા પાસે ગત રાત્રે આગનો આ બનાવ બન્યો હતો. આ બનાવ વિશે મળતી માહિતી અનુસાર ટ્રેઇલર નંબર આર.જે. 47 જી.એ. 4400નો ચાલક રાજસ્થાનનો સલીમ મહોમદ સરફુદીન દેવશાલી નામનો શખ્સ માલ ભરવા મુંદ્રા તરફ જઇ રહ્યો હતો ત્યારે, અચાનક તેના વાહનમાંથી ધુમાડા નીકળતાં ગાડી સાઇડમાં મૂકી તુરંત નીચે ઉતરી ગયો હતો. આગે જોરદાર પકડ જમાવી લેતાં તેના વાહનની કેબીન સળગી ગઇ હતી. સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.