ભુજ ખાતે આવેલ કોડકી રોડ પર ધોળા દિવસે રહેણાંક મકાનમાંથી 2.20 લાખની તસ્કરી થતાં ચકચાર

copy image

ભુજ ખાતે આવેલ કોડકી રોડ પર આવેલ અંબાજી મંદિર નજીકના રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે 2.20 લાખની તસ્કરી થતાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર અંબાજી મંદિર નજીકના રહેણાંક મકાનમાંથી કોઈ શખ્સ ધોળા દિવસે ઘરના દરવાજાનો નકુચો તોડી રોકડ રૂપિયા 20 હજાર તેમજ કુલ કિ. 2 લાખના દાગીનાની તસ્કરી કરી નાસી છૂટ્યો હતો.

મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે અવનીબેન મિતેષભાઈ રાઠોડ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી બપોરના અરસામાં ઘરને તાળુ લગાવી હોસ્પિટલ રોડ પર દવા લેવા ગયેલ હતા. બાદમાં સાંજે પાંચ વાગ્યે ઘરે પરત આવીને જોતાં ઘરના દરવાજાનો નકુચો તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તપાસ કરતાં ઘરમાં રાખેલ લોખંડી તિજોરીમાંથી રૂપિયા 2 લાખના દાગીના તેમજ રોકડ રૂપિયા 20 હજાર સહિત 2 લાખ 20 હજારનો માલ હાજર ન મળી આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ આરંભી છે.