અંજાર હાઇવે પર ઉભેલા ડમ્પરમાં પૂરઝડપે આવેલ ટ્રક અથડાતાં થયો અકસ્માત : ટ્રક ચાલકનું મોત

copy image

મેઘપર બોરીચી સીમમાં ગળપાદર હાઇવે પર આરટીઓ કચેરી સામે ઝડપના કારણે હાઇવે ઉપર ઉભેલા ડમ્પરમાં પાછળ ટ્રક ટકરાતાં અકસ્માત સર્જાયો જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા ટ્રક ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામમાં રહેતા તેમજ ગુજરાત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં ફીલ્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સગતાભાઇ રાણાભાઇ રબારીએ આ મામલે ફરિયાદ નોંધાવેલ છે.  નોંધાવેલી ફરિયાદ અનુસાર  ગત તા.12/9 ના રોજ તેમના ટ્રાન્સપોર્ટનો ટ્રક ચાલક હિરાલાલ ક્રિષ્નાનાથ યાદવ મુન્દ્રાથી ગાડી લોડ કરી મોરબી જઈ રહ્યો હતો. તે દરમીયાન વહેલી પરોઢે  મેઘપર બોરીચી સીમમાં ગળપાદર હાઇવે પર આરટીઓ કચેરી સામે પહોંચતા ઝડપના કારણે હાઇવે ઉપર ઉભેલા ડમ્પરમાં પાછળ ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફત પ્રથમ રામબાગ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે ભુજ જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમીયાન તેનું મોત નીપજયું હતું.