2.51 લાખના મુદ્દામાલ સાથે ચાર જુગારપ્રેમીઓને ઝડપી પાડતી અંજાર પોલીસ

copy image

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ જૂના ગામ ભીમાસરમાં આવેલ ગોગરા ફરીયામાં લાઇટના અજવાળે અમુક શખ્સો ગંજીપાના વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વળી જગ્યાએ દરોડો પાડી ગંજી પાનાં વડે જુગાર રમતા ચાર ખેલીઓને રોકડા રૂપિયા 2,21,700 સહિતના 2,51,700ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે બે ઈશમો પોલિસને જોઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ :

1) અબ્બાસ ઇબ્રાહિમશા શેખ ઉ.વ.43 રહે અંજાર
2) રવજી ઉર્ફે રવાભાઇ બીજલભાઇ ગુજરીયા ઉ.વ.43 રહે આદીપુર
3) જગદીશભાઇ ઉર્ફે જીગર શામજીભાઇ મ્યાત્રા ઉ.વ.33 રહે આદીપુર
4) શૈલેશ ઉર્ફે સંજય મહાદેવભાઇ ઝરૂ ઉ.વ.32 રહે આદીપુર