મહેસાણામાં ઘરમાથી બે મોબાઇલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
મહેસાણાન ખાતે આવેલ શોભાસણ રોડ પર આવેલ ચિસ્તીયા રેસિડેન્સીમાંના એક મકાનમાથી દંપતીના બે મોબાઇલની તસ્કરી થતાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર શોભાસણ રોડ પર આવેલ ચિસ્તીયા રેસીડેન્સીમાં ચાંદનીબેન રમીઝખાન પઠાણ પરિવાર સાથે રહે છે. ગત તા 12 સપ્ટેમ્બર રાત્રે 11:00 વાગ્યાના અરસામાં ચાંદનીબેન તથા તેમના પતિ ઘરે સૂતા હતા. તે દરમીયાન 500 ની નોટ ભરાવેલ કવર સાથેનો મોબાઇલ ઓશિકા નીચે અને તેમના પતિએ કવરમાં 2500 મૂકેલ તેમનો મોબાઈલ ચાર્જિંગમાં મુકેલ હતો સવારે સવારે ઊઠીને જોતાં બંને મોબાઇલ હાજર ન મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.