દુધઇ પોલીસે 3.58 લાખના મુદ્દામાલ સાથે 16 ખેલીઓને ઝડપી પાડ્યા : બે ફરાર

copy image

દૂધઈ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, જુના ટપ્પર ગામે યોજવામાં આવેલ ઓલિયા પીરના મેળામાં રામદેવપીર મંદિર સામેના ભાગે આવેલી બાવળની ઝાડીઓમાં ટપ્પરના સાલેમામદ મંગેરીયા અને બટુક મારાજ  નામના શખ્સો બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર ક્લબ ચલાવી રહ્યા છે.

મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ધાણી પાસાનો જુગાર રમતા 16 ખેલીઓને રૂ.1,46,500 રોકડ સાથે ઝડપી પાડ્યા હતા તેમજ 11 મોબાઇલ, 3 વાહનો સહિત કુલ રૂ.3,58,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પરંતુ ક્લબના સંચાલક સાલેમામદ મંગરીયા અને બટુક મારાજ પોલીસને જોઇ નાસી છૂટ્યા હતા. પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.