46 હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી અંજાર પોલીસ
વીડી પુલિયા પાસેની બાવળની ઝાડીઓ વચ્ચેથી 46000ના મુદ્દામાલ સાથે અંજાર પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર પોલીસ પેટ્રોલિ઼ગમાં હતી તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે વીડી પુલિયા પાસેની બાવળની ઝાડીઓ વચ્ચેથી નિંગાળના સિકંદર લતિફભાઇ બાફણ અને વીડી રોડ પર આવેલા રોટરીનગરમાં રહેતા રિયાઝ અબ્દુલસત્તાર કકલને શંકાસ્પદ ચોરાઉ ત્રણ બેટરીઓ, ચાર મોબાઇલ અને એક બાઇક સહિત કુલ રૂ.46,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.