ભુજમાથી 10,600ના મુદ્દામાલ સાથે સાથ ખેલીઓને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
ભુજમાથી ધાણીપાસાનો જુગાર રમતા સાત ખેલીઓને બી ડિવિઝન પોલીસે રોકડ રૂપિયા 10 હજાર સહીતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ શહેર બી ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ ખાતે આવેલ ઇન્દિરાનગરીમાં ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીને આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ધાણીપાસાનો જુગાર રમતા સાત ખેલીઓને રોકડ રૂપિયા 10,600 સહિતના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.