લખપત ખાતે આવેલ ધારેશી-ઘડુલી વચ્ચે સર્જાયો અકસ્માત : 65 વર્ષીય આધેડ ઇજાગ્રસ્ત

 લખપત ખાતે આવેલ ધારેશીથી ઘડુલી હાઇવે માર્ગ પર અકસ્માત સર્જાયો હતો જેમાં 65 વર્ષીય આધેડને ઇજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર લખપત ખાતે આવેલ ધારેશીથી ઘડુલી હાઇવે માર્ગ પર ગત રવિવારે સાંજના અરસામાં 65 વર્ષીય પટેલ પરસોતમ પુંજાભાઈ પોતાની બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમીયાન રસ્તા વચ્ચે ઊંટ આવી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં  65 વર્ષીય પટેલ પરસોતમ પુંજાભાઈ વાગડિયાને હાથ પગ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચતા પ્રથમ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ત્યાર બાદ વધુ સારવાર માટે ભુજ ખાતે ખસેડવામાં આવેલ છે.