ભુજમાથી 1.20 લાખની બાઈકની તસ્કરી થતાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

ભુજમાંથી 1.20 લાખની બાઇકની તસ્કરી થઈ હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર તુગા- જામકુનરિયા રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક કમરેઆઝમ શફીકાહેમદ કુરેશી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા. 15/9ના શાળામાં રજા હોવાથી ભુજ ખાતે આવેલ  બાપા દયાળુ નગર, રેલવે સ્ટેશન બાજુ રહેતા મોટા ભાઇ શાહીદ કુરેશી ના ઘરે આવેલ હતા અને તેઓની બાઇક યામાહા એફ.ઝેડ.એસ. બ્લેક કલર નં. જી.જે. 12-ઇ.એસ. 5775  વાળી ઘરની આગળ પાર્ક કરેલ હતી જે કોઈ શખ્સ બપોરે 11થી 12.50 વાગ્યા અરસામાં તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.