
copy image
રાણાવાવ ખાતે આવેલ સાતપડીનેશમાં એક મહિલાએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
રાણાવાવ ખાતે આવેલ સાતપડીનેશમાં રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઇને મોતને ભેટો કર્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર રાણાવાવના સાતપડીનેશમાં રહેતી સંતોકબેન પાંચાભાઇ ચાવડા નામની મહીલાનો મગજ ચંચળ હોય અને નાની નાની વાતમાં ગુસ્સે થઇ જતી હોય અને ખોટા-ખોટા વિચારો કરતી હોય અને ગુમસુમ રહેતી હોય એવી મહિલાએ ગત દિવસે સવારના અરસામાં ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.