રાપર ખાતે આવેલ નાની રવમાં એક યુવાન પર પાંચ શખ્સો દ્વારા હુમલો કરાતા ફરીયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ નાની રવમાં ઘરમાં ઘૂસી પાંચ શખ્સ દ્વારા એક યુવાન ઉપર પથ્થર તથા લાકડી વડે જીવલેણ હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આ મામલે રાપરના નાની રવ ગામમાં રહેનાર શિલ્પાબેન ભીખા નારાણ શેખાણી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 14/9ના ફરિયાદી પોતાના ઘરે હતા તે દરમીયાન તેમના ઘરમાં આરોપી નવીન હરી ગોહિલ અને રાજેશ આલા ભાટિયા આવી આ બંનેએ ફરિયાદીના પતિ અંગે પૂછી ગાળો આપેલ હતી. ફરિયાદીએ પોતાના પતિને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. તે દરમીયાન ભીખાભાઇ ઘરે આવતાં તારી બૈરીને એકલો કેમ  મૂકી જાય છે, તેમ કહી ઉશ્કેરાઇને લાકડી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો. યુવાન નીચે પટકાતાં પારસ ભાટિયાએ સિમેન્ટનો બ્લોક ઉપાડી માથામાં માર્યો હતો. ફરિયાદી આ યુવાનને છોડાવવા જતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ ગાંધીધામ બાદમાં વધુ સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવેલ હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.