અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર ખેડોઇ નજીક ટ્રેઇલર ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો ગોઝારો અકસ્માત : 20 વર્ષીય બાઇક ચાલકનું મોત

  અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર ખેડોઇ પાસે ટ્રેઇલર ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં 20 વર્ષીય બાઇકચાલકનું મોત નીપજયું હતું.  આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ અંજાર-મુંદરા ધોરીમાર્ગ ખેડોઇ પાસે આવેલ હોટલ કાકા નજીક ગત દિવસે સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. આ બનાવમાં અંજારમાં રહેનાર પ્રિયાન્સ નામનો યુવક બાઇક નંબર જી.જે. 12-સી.જે. 0752 લઇને મુંદરા તરફ જઇ રહ્યો હતો  તે દરમીયાન આ હોટલ પાસે પહોંચ્યો હતો ત્યારે ટ્રેઇલરે બાઇકને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી,  પરીણામે તેને સારવાર અર્થે હોપસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ટ્રેઇલરચાલક વિરુદ્ધ જયદીપ વાઢેર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.