માનકુવામાં મોપેડચાલકને એક કારે અડફેટે લેતા 38 વર્ષીય શખ્સનું  મોત નીપજયું

accident

copy image

ભુજ ખાતે આવેલ માનકૂવામાં કારે મોપેડચાલકને અડફેટે લેતાં 38 વર્ષીય શખ્સનું ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર માનકૂવામાં હોન્ડાના શો-રૂમ સામે ટીવીએસનું જ્યુપીટર નં. જી.જે.-12-સીએન-2772વાળું લઇને રામાઅધાર પ્રસાદ કામ પર જઇ રહ્યા હતા, તે દરમીયાન મારુતિ સુઝુકીની ઇકો ગાડી નં. જી.જે. -12 – બીએક્સ- 3558વાળાના ચાલકે અડફેટે લેતાં આ શખ્સને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને  એમ્બ્યુલન્સ દ્વારા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. રામાઅધારના પુત્ર દ્વારા ઇકોના અજાણ્યા ગાડીચાલક વિરુદ્ધ માનકૂવા પોલીસ મથકે  ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.