ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો યાદવનગરમાં સામાન્ય મુદ્દે યુવક પર હુમલો : પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો યાદવનગરમાં યુવાનને ધોકા વડે માર મારી જાતિ અપમાનિત કર્યાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર કાર્ગો યાદવનગરમાં એઠવાડનું તગારૂં તમારા ઘર પાસે કેમ રાખો છો કહી પડોશીએ યુવાનને ધોકા વડે માર મારી જાતિ અપમાનિત કરેલ હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે કાર્ગો યાદવનગર ઝૂંપડા વિસ્તારમાં રહેતા ગીતાબેન વસંતભાઇ શ્રીમાળી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદમાં અનુસાર ગત તા.15/9 ના રોજ ફરિયાદીના ઘર નજીક આવેલી દુકાનના કનુભાઇ ભરવાડનો પુત્ર વિપુલ ઉર્ફે બાબો કનુભાઇ ભરવાડ તમે એઠવાડ નાખવાનું તગારૂં ફળિયામાં રાખો તમારા ઘર પાસે કેમ રાખો છો કહી દંડા વડે માથામાં અને ધક બુશટનો માર માર્યો હતો , તો મેવીબેન કનુભાઇ ભરવાડે જાતિ અપમાનિત કરેલ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.