કચ્છના સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પર સૂરજબારી-હરીપર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : બેના મોત એક ઘાયલ  

કચ્છના સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પર સૂરજબારી હરીપર વચ્ચે ગોઝારો અકસ્માત  સર્જાયો હતો, જેમાં બે શખ્સનાં મોત નિપજ્યાં હતા તો એક ઘાયલ બન્યો હતો. કચ્છ તરફ આવતી ટ્રક અકસ્માતે ડીવાઈડર સાથે અથડાતાં પાછળથી આવતી રાજસ્થાનની ટ્રક ધડાકાભેર ઘુસી જતા તેના ચાલક અને ક્લીનરના કમકમાટી ભર્યા મોત થયા હતા, તેમજ ટ્રકમાં સવાર અન્ય એક શખ્સ ઘાયલ થયેલ હતો. અકસ્માત સર્જાયા બાદ સતત ત્રણ કલાક સુધી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામનો લોકોને સામનો કરવો પડ્યો હતો. બનાવની જાણ થતાં જ હાઇવે પેટ્રોલીંગ ની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને બચાવવાના પ્રયાસ સાથે ટ્રાફિક ક્લિયર કરવામાં આવેલ હતો.

આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર વહેલી સવારના અંદાજીત 5.30 થી 6 વાગ્યાના અરસામાં કરછ તરફ આવતા કન્ટેનર ટ્રેલર ટ્રક નંબર GJ 12 કોઈ કારણોસર જમણી તરફના દિવાયડર સાથે અથડાતાં  પાછળથી પૂરપાટ આવતી ટ્રક તેમાં ધડાકાભેર ઘુસી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં બે વ્યક્તિ ખરાબ રીતે ફસાઈ ગયેલ હતા. ફસાયેલા કલીનારને હાઇવે પેટ્રોલીંગ ની ટીમ દ્વારા બહાર કાઢી લેવાયા બાદ ટ્રક ચાલકને ક્રેન ની મદદ વડે પતરા ચીરીને બહાર કાઢવામાં આવેલ હતો. ઘવાયેલા બન્ને વ્યક્તિને સૂરજબારી ટોલ ગેટની એમ્બ્યુલન્સ દ્વારા સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા જ્યાં સારવાર મળી શકે તે પહેલા જ બંનેના મોત થયા હતા. ઘવાયેલા અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે.