ભુજમાંથી ત્રણ ખેલીઓને ઝડપી પાડતી બી-ડિવિઝન પોલીસ

copy image
ભુજ ખાતે આવેલ દીનદયાળનગરમાંથી જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલિસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ભુજ ખાતે આવેલ દીનદયાળનગરમાં સર્વિસ સ્ટેશન નજીક બિપિનગર ઉર્ફે વિપુલગર કરસનગર ગુસાઈ નામના શખ્સનાં વાડામાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી રૂપિયાની હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રોકડા રૂા. 5060 જપ્ત કરેલ હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.