ગાંધીધામ ખાતે આવેલ ગુરૂકુળ વિસ્તારમાંથી 13 વર્ષિય સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઈ
copy image

ગાંધીધામ ખાતે આવેલ ગુરૂકુળ વિસ્તારમાં 13 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ ફરિયાદ અનુસાર આ ઘટના ગત તા.20/9 ના સવારે 8:30 થી 11 વાગ્યાના અરસામાં બનેલ હતી, કોઇ અજાણ્યો શખ્સ તેમની 13 વર્ષની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.